મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડીસાના વરણ ગામમાં વાવાઝોડાથી એકનું મોત, પરિવારમાં છવાયો માતમ

બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિ

બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દટાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘરમાં વૃદ્ધાનું અવસાન થયું હોવાથી તેમના બારમાની વિધિ માટે લાવેલો સામાન વરસાદમાં પલળી રહ્યો હતો, જે લેવા માટે ત્રણ લોકો દોડ્યા હતા. આ જ સમયે અચાનક દિવાલ તૂટી પડતાં ત્રણેય જણા દટાયા હતા, જેમાં બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પરબતભાઈના અકાળે અવસાનથી શોકમગ્ન પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ગામમાં માતમ છવાયો છે.

આ સમાચાર શેર કરો