મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં વધુ એકની દિલ્હીથી ધરપકડ, આરોપી પહેલા નેટફ્લિકસ એકાઉન્ટ વેચતો

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓના ઈન્જેકશન આપતા સમયનાં સીસીટીવી ફૂટેજ વાયરલ થવા મામલે વધુ એક

પાયલ હોસ્પિટલ CCTV કાંડમાં વધુ એકની દિલ્હીથી ધરપકડ, આરોપી પહેલા નેટફ્લિકસ એકાઉન્ટ વેચતો

રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓના ઈન્જેકશન આપતા સમયનાં સીસીટીવી ફૂટેજ વાયરલ થવા મામલે વધુ એક આરોપીને ઝડપી પડાયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનામાં સામેલ વધુ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરી છે. આ મામલે દિલ્હીના રોહિત સિસોદિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ આરોપી આ કેસમાં અગાઉ ઝડપાયેલા પરિત ધામેલીયા અને રાયન પરેરાના સંપર્કમાં હતો, પરિત ધામેલીયા આ આરોપીને ટેલિગ્રામમાં ફાઈલ મોકલતો અને આ આરોપી હેક થયેલા સીસીટીવીની ફીડના QR કોડ પ્રજવલ તૈલી અને અન્ય આરોપીઓને વેચતો હતો. જે બાદ પ્રજવલ તૈલી અને અન્ય આરોપીઓ યુટ્યુબ અને ટેલિગ્રામમાં વિડીયો અપલોડ કરતા હતા.

આ મામલે ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાયબર ક્રાઈમે રિમાન્ડ મેળવી તપાસ કરતા સામે આવ્યું હતું કે, તે અગાઉ નેટફ્લિકસ જેવી વેબસાઈટનાં લોગીન આઈડી પાસવર્ડ વેચવાનું કામ કરતો હતો. અને છેલ્લાં એક વર્ષથી આ કામ સાથે જોડાયેલો છે. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં એક લાખ રૂપિયા આ રીતે મેળવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જોકે આરોપીઓની તપાસમાં આગામી સમયમાં અનેક ખુલાસા સામે આવી શકે છે.

આ સમાચાર શેર કરો