અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ
ગુજરાતમાં હાઈવે પરથી અવારનવાર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવતા હોય છે એવામાં અમરેલીમાંથી એક

ગુજરાતમાં હાઈવે પરથી અવારનવાર અકસ્માતની ઘટનાના સમાચાર સામે આવતા હોય છે એવામાં અમરેલીમાંથી એક ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું જેમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત ભાજપમાં વધુ એક લેટરકાંડ; 'સંઘવી મારા જૂના મિત્ર, રત્નાકરજીના કહેવાથી ભરત બોઘરાનું રાજકારણ...'
અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં કોસ્ટગાર્ડ જવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને નાના-મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકને પોસ્ટમોટર્મ અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પગલે પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.




