મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હિન્દુ નેતાને ધમકી આપવાના કેસમાં એક બાદ એકની ધરપકડ, નેપાળ બાદ મહારાષ્ટ્રના નાંદેડથી મોહમ્મદ અલી પકડાયો

સુરત સહિત દેશના હિન્દુ નેતાઓને ફોન પર ધમકી આપવાના કેસમાં કઠોરનો મૌલવી મહમદ સોહલે અબુબકર ટીમોલ ઝ

હિન્દુ નેતાને ધમકી આપવાના કેસમાં એક બાદ એકની ધરપકડ, નેપાળ બાદ મહારાષ્ટ્રના નાંદેડથી મોહમ્મદ અલી પકડાયો

સુરત સહિત દેશના હિન્દુ નેતાઓને ફોન પર ધમકી આપવાના કેસમાં કઠોરનો મૌલવી મહમદ સોહલે અબુબકર ટીમોલ ઝડપાયો છે. ત્યારે તે 11 દિવસના રિમાન્ડ હેઠળ છે. ત્યારે તેની તપાસમાં અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા એક બાદ એકને ઝડપી લેવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કેસમાં સોહલે જેની સાથે વાત કરી હતી. તેવા વ્યક્તિઓને પણ ઝડપી લેવામાં આવી રહ્યાં છે.

ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવાયા

આ ગુનાની વધુ તપાસ દરમિયાન સંડોવાયેલા અન્ય આરોપી નેપાળના મોબાઈલ નંબર +977 9819717763 નાં ધારક Shehnaz કે જેનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપીને  મુઝફ્ફરપુર કોર્ટમાં રજુ  કરી 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રીમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને લઈને સુરત આવી હતી. 

મહારાષ્ટ્રથી અલી પકડાયો

આરોપી મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝને સુરત કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો. જેથી કોર્ટ દ્વારા  તા. ૨૪/૦૫/૨૦૨૪ સુધીના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડે્યો છે. જેનું પૂરું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા છે.

આ સમાચાર શેર કરો