મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ, આજે વધુ બે સુધારા વિધેયક રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે વધુ બે સુધારા વિધેયક

ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ, આજે વધુ બે સુધારા વિધેયક રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે વધુ બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળે.

ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ

ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે ધારાસભ્ય અરવિંદ રાણાનો ટુંકી મુદ્દતનો સવાલ રહેશે જેમાં વ્યાજખોરો સામે પગલા ભરવા અંગે સવાલ પૂછાશે. જયંતિભાઇ પટેલ કોલેજના વિદ્યાર્થીઓનો અકસ્માતે મોતમાં વળતર અને સહાયનો સવાલ રહેશે. આ સિવાય અમિત ચાવડા આણંદ જિલ્લાના ગોપાલપુરામાં આવેલ એક કંપનીમાં આગ લાગતા ચાર ફાયર કર્મી ઘાયલ થયા હતા. કંપનીમાં વારંવાર આગ લાગે છે છતાં કોઇ ગંભીરતા લેવાતી નથી તે અંગે સવાલ કરશે.

આ સિવાય વિધાનસભા ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે જેમાં ગુજરાત માલ સેવા સુધારા વિધેયક અને ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ થશે.

ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો પણ ઉઠ્યો

ગુજરાત વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો