મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના રસ્તા પર નબીરાઓએ કાર પર કર્યો સ્ટંટ, ફટાકડા ફોડીને જન્મદિવસની કરી ઉજવણી

સુરત બાદ રાજકોટમાં કાયદાને ઘોળીને પી જતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરમાં નબીરાઓએ ફટાકડા

VIDEO: રાજકોટના રસ્તા પર નબીરાઓએ કાર પર કર્યો સ્ટંટ,  ફટાકડા ફોડીને જન્મદિવસની કરી ઉજવણી

સુરત બાદ રાજકોટમાં કાયદાને ઘોળીને પી જતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરમાં નબીરાઓએ ફટાકડા ફોડી કાર પર કેક કાપી હતી. જાહેર રસ્તાને બાનમાં લીધો હતો. પોલીસ આ નફ્ફટ નબીરાઓને પાઠ ક્યારે ભણાવશે તે હવે જોવાનું રહ્યું.

 નબીરાઓ રસ્તા ફટાકડા ફોડીને જન્મદિવસની કરી ઉજવણી

વાયરલ વીડિયોમાં આવાસ યોજના પાસે કારને  ગોળ ગોળ ફેરવીને સ્ટંટ કરતા નબીરાઓ જોવા મળ્યા.રસ્તાઓ જાણે પોતાના હોય તેમ નબીરાઓ રસ્તા પર કાર રાખીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે જાહેરમાં ફટાકડા પણ ફોડ્યા હતા.

સોશિયલ મીડિયામાં રીલ શેર કરવામાં આવી

  દિગપાલસિંહ જાડેજા નામના યુવાનના સોશિયલ મીડિયામાં રીલ શેર કરવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કારની નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી હતી. 

આ સમાચાર શેર કરો