મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: પેપર ચેક કરવાના બહાને શિક્ષકે વિદ્યાર્થિનીને ઘરે બોલાવી છેડતીનો કર્યો પ્રયાસ, જાહેરમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

રાજ્યના પાટણમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી

પાટણ: પેપર ચેક કરવાના બહાને શિક્ષકે વિદ્યાર્થિનીને ઘરે બોલાવી છેડતીનો કર્યો પ્રયાસ, જાહેરમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

રાજ્યના પાટણમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. પાટણની ખાનગી શાળાના એક શિક્ષકે પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને ઘરે બોલાવી હતી. વિદ્યાર્થિનીને ઘરે બોલાવીને તેની સાથે છેડતી અને જબરજદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વિદ્યાર્થિનીએ સમય સૂચકતા વાપરીને લંપટ શિક્ષકના ઘરેથી ભાગી છૂટી હતી.

લંપટ શિક્ષકને બરોબરનો મેથીપાક ચખાડ્યો

ત્યાર બાદ પાટણના પાલિકા બજારથી માતા-પિતાને ફોન પર સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સાથે સાથે અન્ય લોકોને પણ જણાવ્યું હતું. વિદ્યાર્થિનીના માતા-પિતા તુંરત જ પાલિકા બજાર આવી ગયા હતા.

વિદ્યાર્થિની અને તેના માતા-પિતા સહિત અન્ય લોકોએ આ લંપટ શિક્ષકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો.  પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો