સુરતમાં પૂર્વ મેયરના આક્ષેપ પર મહિલા કોર્પોરેટરે કહ્યુ, રાજકીય કારકીર્દી ખતમ કરવા કોંગ્રેસ સાથે મળીને રચ્યું કાવતરુ
સુરત શહેરનાં ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્

સુરત શહેરનાં ફુલપાડા ખાતે રહેતા સુરત મહાનગર પાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે, આક્ષેપ કરનાર મારા મોટા સસરા છે. અમારે વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળીને પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. અમે માનહાનિનો દાવો કરીશુ.
પાલિકાએ નોટિસ આપી છે
મહિલા કોર્પોરેટર નિરાલી પટેલએ કહ્યું કે, છ ભાઈઓનું મકાન છે. કોર્ટ કેસ ચાલે છે તેના વિષે વધુ નહી કહી શકાય. પરંતુ 1992થી કેસ ચાલે છે. જાનહાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમ છતાં ત્યાં તેઓ રહે છે. કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ. પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે.
રાજકીય રીતે મજબૂત હોવાથી કાવતરા
આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે. હું વોર્ડ નંબર 5માં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું. મારી લોકચાહના પણ સારી છે. જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારીક મુદ્દાને ઢાલ બનાવીને અમારી સામે લડાઈ આદરી છે. પરંતુ એ સફળ થશે નહી. મેં ક્યારેય તેમના આક્ષેપો પ્રમાણે કર્યુ હોય તો સાબિત કરી બતાવે. હું ક્યારેય ચીમનભાઈને મળી નથી કે તેના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાત થઈ નથી. જેથી તમામ આરોપો પાયાવિહોણા છે.








