મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ગર્લફ્રેન્ડ નહી તારી પત્ની કે દીકરીને બોલાવ' તેવું સાંભળતા જ સુરતમાં મિત્રએ ગેસનો બાટલો ઝીંકી મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન પોલીસ સ્ટેશ

'ગર્લફ્રેન્ડ નહી તારી પત્ની કે દીકરીને બોલાવ' તેવું સાંભળતા જ સુરતમાં મિત્રએ ગેસનો બાટલો ઝીંકી મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન પોલીસ સ્ટેશનમાં એક રૂમમાં હત્યા થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મૃતક અને હત્યારો બન્ને મિત્ર હોવાની સાથે સાથે તે રાત્રે સાથે હોવાનું સામે આવ્યા બાદ પૂછપરછમાં હત્યારાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં.

ફલેટમાં હત્યા કરી

સચિન પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં ગત 13મીસ ઓગસ્ટના રોજ શિલાલેખ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 202માંથી રવિન્દ્રકુમાર સંતોષ પાટીલની હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો. તેના કપાળ અને માથામાં ગંભીર ઈજા મળી હોવાથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે સીસીટીવી સહિતના ટીમોની માધ્મયથી તપાસ હાથ ધરીને જીતેન્દ્ર કૈલાશ રાણેને ઝડપી લીધો હતો.

પત્ની-દીકરીનું કહેતા હત્યા

જીતેન્દ્ર અને રવિન્દ્ર બન્ને લેબર કોન્ટ્રાક્ટર હતાં. બનાવના દિવસે બન્ને રવિન્દ્રના ઘરે હતા. રવિન્દ્ર તેની કોઈ સ્ત્રી મિત્ર સાથે શરીર સંબંધ બાંધવા ગયો અને ત્યારબાદ ઘરે પરત આવ્યો હતો. બાદમાં જીતેન્દ્રએ સ્ત્રી મિત્રને રૂમમાં લઈ આવવાની વાત કરી હતી. જેથી મરણજનાર ગુસ્સામાં આરોપીને તેની પત્નીને કે દીકરીને રૂમ પર લઈ આવવાનું કહેતા આ વાતને લઈને આરોપી ગુસ્સામાં આવી ગયો હતો. બાદમાં આવેશમાં આવીને રસોડામાંથી ગેસનો બાટલો લઈ આવી મોઢા ઉપર ઉપરાછાપરી મારી તેને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાસી ગયો હતો. જેની કબૂલાત જીતેન્દ્રએ પોલીસ સામે કરી હતી. 

આ સમાચાર શેર કરો