સુરતમાં ગાંધી જયંતિએ સ્વચ્છાગ્રહીઓના સન્માન, પ્રતિમાને સૂત્રાંજલિ અર્પણ કરીને પ્રાર્થના સભા યોજાઈ
સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના 155માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેન

સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીના 155માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ચોક બજાર સુત્રાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના પ્રથમ મેયર નાગરિક મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય પદાધિકારીઓ અને શાળાના બાળકો હાજર રહ્યાં હતાં.
બાપુને ગમતા ભજન ગવાયા
ગાંધીબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં ગાંધીજીને ગમતા ભજન વૈષ્ણવજન તો તેને કહીએનું પઠન કરી અને કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સ્વચ્છતાના સૈનિકો એવા સ્વચ્છાગ્રહીઓને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સ્વચ્છતામાં અગ્રેસર
પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, આજે દેશમાં સ્વચ્છતાને લઈને એક આંદોલન ચાલી રહ્યું છે. સ્વચ્છતા સહિતના બાપુના વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ. જેથી આવનારી પેઢી પણ બાપુના સંદેશને યોગ્ય રીતે ઝીલી શકે છે. બાપુએ આપણને સત્ય, અહિંસા સહિતના જે સંદેશ આપ્યા છે. તે સમગ્ર વિશ્વ માટે સાર્થક છે. શહેરમાં સ્વચ્છતાને લઈને જે મૂહિમ ચાલી રહી છે. તેના પગલે સુરતનો નંબર સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આવી રહ્યો છે.








