Gujarat news: ન્યાય શ્રુતિ પ્રોજેક્ટથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ખાસ ફેરફાર થશે, જાણો શું છે સમગ્ર મામલો
રાજ્ય સરકારના ન્યાય શ્રુતિ પ્રોજેક્ટથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત

રાજ્ય સરકારના ન્યાય શ્રુતિ પ્રોજેક્ટથી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્વનો ફેરફાર આવશે.. આ પ્રોજેક્ટ હેઠળ આરોપીઓ, સાક્ષીઓ અને પોલીસ અધિકારીઓને રાહત મળશે. આરોપીઓને જાપ્તામાં અન્ય જિલ્લાની કોર્ટમાં લઈ જવાની જરૂર નહીં પડે.
ક્યુબિકલ્સમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં જોડી શકાશે
આરોપીઓને જેલમાં બનાવેલા ક્યુબિકલ્સમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં જોડી શકાશે. સાક્ષીઓ સ્થાનિક કોર્ટમાંથી જુબાની આપી શકશે, જ્યારે તપાસ અધિકારીઓને પણ સ્થાનિક કોર્ટમાંથી નિવેદન આપવાની સુવિધા મળશે. આથી પોલીસ જાપ્તો, આવવા-જવાનો ખર્ચ બચશે અને આરોપીઓ જાપ્તામાંથી ભાગી જવાની ઘટનાઓ પણ ઘટશે..




