મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : NEET PG પરીક્ષા રદ્દ થવાથી અજાણ હજારો પરીક્ષાર્થીઓ વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા

NTA cancels NEET PG exam : મોડી રાત્રે NEET PG પરીક્ષા મોકુફ કરાયાની જાહેરાત બાદ જાણકારીથી અજા

VIDEO :  NEET PG પરીક્ષા રદ્દ થવાથી અજાણ હજારો પરીક્ષાર્થીઓ વહેલી સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા

NTA cancels NEET PG exam : મોડી રાત્રે NEET PG  પરીક્ષા મોકુફ કરાયાની જાહેરાત બાદ જાણકારીથી અજાણ ઘણા વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારે પહોંચ્યા હતા. .વિધાર્થીઓનો દાવો છે કે ઘણા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા રદ થઈ છે,તેવા નોટિસ  બોર્ડ કે જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે કોઈ વ્યક્તિ પણ હાજર નથી. આ  સ્થિતિના કારણે વિધાર્થીઓમાં ચિંતા ફરી વળી હતી. વિધાર્થીઓએ જણાવ્યું કે રિપોર્ટિંગ ટાઈમ સવારે 7  વાગ્યાનો હતો, જોકે પોણા આઠ વાગ્યા સુધી પણ સેન્ટર પર કોઈ જવાબ માટે હાજર ન હતું=, બાદમાં જાણ થઈ કે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. 

વડોદરામાં આ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા એક યુવાંકે જણાવ્યું,  “NTAએ પરીક્ષાની તારીખ બદલવી હતી તો ઓછામાં ઓછા થોડા દિવસો અગાઉ તેની જાહેરાત કરવી જોઈતી હતી. છેલ્લી ક્ષણે 10 કલાક અગાઉ પરીક્ષા મોકૂફ કરવાની જાણ કરી હતી. 

ઉપરાંત NTAએએ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી પણ યોગ્ય રીતે કરી નથી,  ઉમેદવારોને ખૂબ દૂરના સ્થળોએ પરીક્ષા કેન્દ્રો આપવામાં આવ્યા હતા. વડોદરાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો નાસિક અને મધ્યપ્રદેશમાં હતા અને પછી જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. દરેકને ઘણી તકલીફ પડી રહી છે.” 

આ સમાચાર શેર કરો