મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: NSUIના  વિદ્યાર્થી નેતા મુકેશ મેઘવાલનું અકસ્માતમાં કરુણ મોત

નવરાત્રીના આગમન પહેલાની રાત્રે ગરબાનો આનંદ મનાવતા NSUIના વિદ્યાર્થી નેતા મુકેશ મેઘવાલનું અ

Vadodara: NSUIના  વિદ્યાર્થી નેતા મુકેશ મેઘવાલનું અકસ્માતમાં કરુણ મોત

નવરાત્રીના આગમન પહેલાની રાત્રે ગરબાનો આનંદ મનાવતા NSUIના વિદ્યાર્થી નેતા મુકેશ મેઘવાલનું અકસ્માતમાં મોત થતાં વિદ્યાર્થી વર્ગમાં શોકની લહેર ખઈ ગઈ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષના વિદ્યાર્થી મુકેશ મેઘવાલ (આશરે 20) તેમના મિત્રો સાથે ગત રાત્રે ગરબા રમવા ગયો હતો. ગરબા રમી  ઘરે પરત ફરતા મુજમહુડા અક્ષરચોક પાસે તેનું એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. જેના કારણે તેને ગંભીર ઇજાઓ પહોચી હતી. 

તાત્કાલિક તેણે સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે, લિવરના ભાગે થયેલી ગંભીર ઇજાને કારણે મુકેશનું સારવાર દરમિયાન મોત થઈ ગયું.  NSUIના સભ્યો અને મિત્રોએ શોક વ્યક્ત કર્યો,

આ સમાચાર શેર કરો