મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: MS યુનિવર્સિટીના PROને ભાજપમાં હોદ્દો મળતા NSUI લાલઘૂમ, રાજીનામાની કરી માંગ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. યુનિવર્સિટીના PRO લકુલેશ ત્રિવેદીને ભાજપ શહેર સંગઠનમાં મહામંત્રી પદ મળતા NSUIએ તેમના રાજીનામાની માંગ ઉઠાવી છે. NSUI કાર્યકરોએ વાઈસ ચાન્સેલર અને રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે MS યુનિવર્સિટી શૈક્ષણિક ધામ છે અને રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ PRO તરીકે ફરજ બજાવવી યોગ્ય નથી. રાજકીય પક્ષનો મુખવટો પહેરીને કાર્ય કરતા કર્મચારીને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો