મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હવે રેવન્યૂ તલાટી બનવા ધો.12ના બદલે સ્નાતક થવું પડશે, ભરતીના નિયમોમાં થયો ફેરફાર

Revenue Talati Recruitment Rules :

હવે રેવન્યૂ તલાટી બનવા ધો.12ના બદલે સ્નાતક થવું પડશે, ભરતીના નિયમોમાં થયો ફેરફાર

Revenue Talati Recruitment Rules : ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં રેવન્યૂ તલાટીની ભરતીના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈને રેવન્યૂ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

હવે તલાટી બનવા સ્નાતક હોવું ફરજિયાત 
રાજ્યમાં રેવન્યૂ તલાટીની ભરતીને લઈને બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ રેવન્યૂ તલાટી વર્ગ-3ની ભરતી માટે ધોરણ 12 પાસની લાયકાત હતી. જ્યારે હવે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે રેવન્યૂ તલાટી માટે અરજી કરનાર હવે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

સમગ્ર મામલે રાજ્યના રેવન્યૂ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને જણાવાયું છે કે, આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. આ સાથે ઉમેદવારની  વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 વર્ષની જગ્યાએ 35 વર્ષ સુધી ઉમેદવાર અરજી કરી શકશે. ટૂંકમાં તલાટી બનવા હવે સ્નાતક સુધીનું શિક્ષણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો