VIDEO: ફાગણ સુદ પૂનમે ચોટીલા ડુંગરે સંધ્યા આરતીએ હોળી પ્રગટાવી ઉજવણી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધાર્મિક સ્થાન એવા ચોટીલામાં
સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધાર્મિક સ્થાન એવા ચોટીલામાં સાંજના સમયે સંધ્યા આરતી બાદ ચોટીલા મંદિર ખાતે હોળી પ્રજવલીત કરવામાં આવી હતી. અહીં દર વર્ષે ફાગણ સુદ પૂનમે ચોટીલા ડુંગરે સાંજની આરતી બાદ પૂજારી દ્વારા પરંપરાગત હોળીની પૂજા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળી પ્રાગટ્યમાં સેંકડોની સંખ્યામાં ભાવિકો દર્શન કરી પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે.
ચોટીલા ડુંગર પર આવેલા ભવ્ય અને દિવ્ય એવા ચામુંડા માતાજીના મંદિરે હોળી પ્રાગટ્ય બાદ ગ્રામ્ય પંથકમાં હોળી પ્રગટાવવાની વર્ષોની પરંપરા છે. ચામુંડા માતાજીના જયકારા સાથે હજારો ભાવિકો હોળીના દર્શન કરે છે. આ ઉપરાંત ચોટીલા અને તેની આસપાસના 10થી 15 કિલોમીટર ત્રિજયામાં આવેલા ગ્રામ્યવાસી હોળીના દર્શન કરે છે. જો ડુંગર અને તેની આસપાસનું વાતાવરણ સ્વચ્છ હોય તો 20થી 22 કિલોમીટર સુધીના અંતર સુધી ચોટીલા ડુંગર પરની હોળીના દર્શન થાય છે.




