બનાસકાંઠામાં હવે ઓગડને જિલ્લો બનાવવાની માગ, દિયોદરમાં લોકો રસ્તા પર ઉતર્યા
રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવીન જિલ્લો વાવ-થરાદ બનાવતા કાંકરેજ સહિત દિયો

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવીન જિલ્લો વાવ-થરાદ બનાવતા કાંકરેજ સહિત દિયોદર તાલુકાના લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. ઓગડને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ સાથે વિસ્તારના લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
વેપારીઓએ એક દિવસનો બંધ પાળ્યો
વેપારીઓએ વિરોધમાં એક દિવસ રોજગાર-ધંધા બંધ રાખી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઓગડને જિલ્લો બનાવવાની રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાને વિભાજિત કરી નવીન જિલ્લો વાવ-થરાદની ભેટ આપવામાં આવી છે. કાંકરેજ સાથે સાથે દિયોદરના લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કાંકરેજ સાથે દિયોદરના લોકો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને ઓગડને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ઉગ્ર આંદોલનની ચીમકીઃ 3 તાલુકાની બનાસકાંઠામાં રહેવાની માંગ, વાવ-થરાદમાં સમાવાતા વિરોધ શરુ
ઓગડને જિલ્લો બનાવવાની માંગ
દિયોદર શહેરમાં વહેલી સવારથી તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો, રોજગાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ દિયોદરના ટેકરા વિસ્તારથી ગ્રામ પંચાયતના જુના બસ સ્ટેશન વિસ્તાર સહિત રેલવે સ્ટેશન, હાઇવે વિસ્તારમાં જન આક્રોશ સાથે સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી અને દિયોદર મામલતદાર કચેરીના પ્રાંગણમાં વેપારીઓની બેઠક મળી હતી જેમાં ઓગડને જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લાની ફેરબદલી કરવામાં નહિં આવે તો આંદોલન કરવા અને હાઇકોર્ટ સુધી લડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.








