પોરબંદરમાં કુખ્યાત મેરામણ ઉર્ફ લંગીની હત્યા, મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં આવ્યું હતું નામ
પોરબંદર: કુખ્યાત મેરામણ ઉર્ફ લંગી માલદે ખૂંટીની હત્યા કરવામાં આવી છે. બખરલા ગામે મેરામણની હત્યા થઈ છે. મેર

પોરબંદર: કુખ્યાત મેરામણ ઉર્ફ લંગી માલદે ખૂંટીની હત્યા કરવામાં આવી છે. બખરલા ગામે મેરામણની હત્યા થઈ છે. મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી. મેરામણ લંગી અગાઉ અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં પણ નામ આવ્યું હતું. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુન્હા નોંધાયેલ છે.
મળતી વિગતો અનુસાર આજે રાત્રે 8 વાગ્યાની આસપાસ બખરલા ગામે કુખ્યાત મેરામણ લંગી ખુંટીની હત્યા ઘટના સામે આવી છે.અંગત અદાવતમાં હત્યા થયાની ચર્ચા થઈ રહી છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે આ હત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મેરામણ લંગી પોરબંદરના અંધાધૂંધ ગોળીઓ વરસાવી ચકચારી મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં પણ સંડોવણી ખુલી હતી. અને બાદમાં કોર્ટે નિર્દોષ છોડ્યો હતો ત્યારબાદ બખરલા ગામે એક મહિલાની હત્યા કેસમાં પણ મેરામણ લંગીની ધરપકડ થઈ હતી. મેરામણ સામે 4 હત્યા, 2 હત્યાના પ્રયાસ સહિત 14 જેટલા ગુના નોંધાયેલા હતા.




