Video: સુરેન્દ્રનગરની કોઈપણ સરકારી કચેરીમાં રૂપિયા આપ્યા વગર કામ થતા નથી,અરજદારના ગંભીર આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની માંગ સાથે અરજદારોએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે. સ્


સુરેન્દ્રનગર જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની માંગ સાથે અરજદારોએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે. સ્થાનિકનો ગંભીર આરોપ છે કે જિલ્લાની કોઈપણ સરકારી કચેરીમાં રૂપિયા આપ્યા વગર કામ થતા નથી. ભ્રષ્ટ અધિકારીઓના કારણે આખો જિલ્લો બદનામ થઈ રહ્યો છે. અરજદારના મતે, ઉચ્ચ અધિકારીઓ માત્ર ટેબલ બદલે છે પરંતુ લાંચિયા કર્મચારીઓ સામે કોઈ કડક પગલાં લેવાતા નથી. લોકો હવે થાક્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્રમાં પારદર્શિતા લાવવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.




