મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: BU પરમીશન ન ધરાવતી નવ શાળાઓ સીલ, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે કરાયું આ સૂચન

અમદાવાદમાં બીયું પરમિશન અને ફાયર NOC ન ધરાવતી નવ જેટલી પ્રાથમિક શાળાઓને AMC તંત્રએ સીલ મ

Ahmedabad news: BU પરમીશન ન ધરાવતી નવ શાળાઓ સીલ, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે કરાયું આ સૂચન

અમદાવાદમાં બીયું પરમિશન અને ફાયર NOC ન ધરાવતી નવ જેટલી પ્રાથમિક શાળાઓને AMC તંત્રએ સીલ મારી છે. સીલ કરાયેલી શાળાઓના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરાયો છે.

શાળાઓને તાત્કાલિક ખુલાસો કરવા સૂચન

અમદાવાદ શહેરમાં બીયું પરમિશન અને ફાયર NOC ન ધરાવતી પ્રાથમિક શાળાઓ સામે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવ જેટલી પ્રાથમિક શાળાઓને સીલ મારી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની અન્ય શાળાઓને પણ કડક સૂચના આપવામાં આવી છે. તમામ શાળાઓએ ફરજિયાત ફાયર NOC અને બીયું પરમિશન મેળવી લેવાનું જણાવાયું છે. સીલ કરાયેલી શાળાઓના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ઓનલાઈન શિક્ષણ આપવા આદેશ કરાયો છે. ફાયર NOC અને બીયું ન ધરાવતી શાળાઓને તાત્કાલિક ખુલાસો કરવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો