નિલેશ કુંભાણી આ અઠવાડિયે ભાજપમાં જોડાઇ શકે? સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઇ
લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપ એક લોકસભા બેઠક જીતી ગયું છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નોમ

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપ એક લોકસભા બેઠક જીતી ગયું છે. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નોમિનેશન રદ થયા બાદ સુરત લોકસભાના આઠ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નોમિનેશન પરત લઇ લીધુ હતું. તે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જીતી ગયા હતા. હવે મોટા સમાચાર મળી રહ્યાં છે કે કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઇ શકે છે. સુત્રો અનુસાર, તે આ અઠવાડિયે જ ભાજપમાં સામેલ થશે. નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઇ ગયા છે અને તેમના ઘર પર તાળું લટકેલું જોવા મળી રહ્યું છે.
નિલેશ કુંભાણીના હસ્તાક્ષરમાં સામે આવી હતી મોટી ભૂલ
નિલેશ કુંભાણીના પ્રસ્તાવકોના હસ્તાક્ષરમાં મોટી ભૂલ સામે આવી હતી, જેનો હવાલો આપતા ચૂંટણી પંચે નોમિનેશન રદ કર્યું હતું. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપે પોતાના પ્રભાવ દ્વારા મુકેશ દલાલને ચૂંટણી જીતાડી છે. કોંગ્રેસે બેઠક પર નવેસરથી ચૂંટણીની માંગ કરી છે. કોંગ્રેસ આ ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યું છે.
ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. 7 મેએ ત્રીજા તબક્કા માટે મતદાન થશે. ગુજરાતમાં નોમિનેશન દાખલ કરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ હતી અને નોમિનેશન પરત લેવાની તારીખ 22 એપ્રિલ હતી. સુરત લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવારોએ નોમિનેશન ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઇ ગયું હતું જ્યારે એક ઉમેદવારનું નોમિનેશન પત્ર ફગાવવામાં આવ્યું હતું.ભાજપના ઉમેદવાર જીતી ગયા છે જ્યારે આઠ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેચી લીધુ હતું.
કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
કોંગ્રેસના નેતાઓનું એક ડેલિગેશન મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરને મળ્યું છે. અહીં તેમણે માંગ કરી છે કે સુરત બેઠક પર ફરી ચૂંટણી પ્રક્રિયા કરાવવામાં આવે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ચીફ ઇલેક્શન કમિશનરે આગ્રહ કર્યો કે સુરત બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવે.








