Navsari news: લ્યો બોલો! ઉદ્ઘાટન પહેલા જ નવનિર્મિત ટાંકી જમીનદોસ્ત, ગ્રામજનોમાં ભભૂકેલો રોષ
નવસારી પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નવસારી તાલુ

નવસારી પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નવસારી તાલુકાના સિંગોદ ગામે નવનિર્મિત 50 હજાર લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી ટાંકીનું ઉદ્ઘાટન પહેલાં જ ગત રાત્રે જમીનદોસ્ત થઈ ગઈ છે. હલકી ગુણવત્તાવાળા માલસામાન અને બાંધકામને કારણે ટાંકી ધરાશાયી થઈ હતી. આ કામ આરબીપીએલ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો કુલ ખર્ચ 12 લાખ રૂપિયા હતો. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની અણઆવડત તેમજ ચકાસણીના અભાવે આ ઘટના બની છે. ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને તપાસની માંગ ઊઠી છે.




