મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર યુવકનો નવો ધડાકો, પિયુષ પરમારના કહેવાથી કૃત્ય કર્યાનો આક્ષેપ

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીની યોજાયેલી સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપર જુતું ફેંકવાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. ઘટનાને લઈને જુતું ફેંકનાર યુવક દ્વારા ફરી એકવાર પોતાનું નિવેદન બદલી દેવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જુતું ફેંકનાર યુવકે નિવેદન આપ્યું છે કે,  તેણે આ કૃત્ય પોતાની મરજીથી નહીં પરંતુ આપના નેતા પિયુષ પરમારના કહેવાથી કર્યું હોવાનું જણાવ્યું છે. યુવકે ફરી એકવાર કબુલાત કરી છે કે ગોપાલ ઇટાલીયા ઉપર જુતું ફેંકવા માટે તેને સૂચના આપવામાં આવી હતી. આ નિવેદન સામે આવતાં જ સમગ્ર ઘટનાએ રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જુતું ફેંકનાર દ્વારા અલગ–અલગ સમયગાળામાં નિવેદનો બદલાતા રહ્યા છે, જેના કારણે કેસની તપાસ વધુ જટિલ બની છે. હવે નવા નિવેદન બાદ આપના આંતરિક રાજકારણમાં પણ તીવ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, આ મામલે પોલીસ તંત્ર દ્વારા તમામ પાસાઓની ગંભીરતાથી ચકાસણી હાથ ધરવામાં આવી છે. જુતુ ફેંકનાર શખ્સને ત્રણ લોકોએ માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે માળીયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા પરંતુ કોઇએ તેમનું સાંભળ્યું ન હોવાના પણ આક્ષેપો થયા છે. ઘટનાને લઈને આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, જ્યારે રાજકીય વિરોધીઓ દ્વારા આ મુદ્દે આપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આવનારા સમયમાં તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને આ મામલો કઈ દિશામાં વળે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. 

આ સમાચાર શેર કરો