મોબાઇલ ટાવરના કિમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ, 7 રાજ્યમા કરી હતી તસ્કરી
સુરતમાં આંતરરાષ્ટ્રીય ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારતભરમાંથી મોબાઇલ ટ

સુરતમાં આંતરરાષ્ટ્રીય ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભારતભરમાંથી મોબાઇલ ટાવરના ખૂબ જ કિંમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય કરવાનું નેટવર્કનો જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો હતો. સાથે જ 1.41 કરોડના મુદ્દામાલ સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ જે તે મોબાઈલ ટાવર કંપનીઓમાં જ કામ કરતા હોવાથી દેશના સાતથી વધુ રાજ્યોમાં મોબાઇલ ટાવરના વિવિધ પાર્ટ્સની ચોરી કરી હોવાની કબુલાત પણ કરી હતી.
લાલચ લાગતા ચોરી
મોબાઇલ ટાવર કંપનીમાં પરંતુ લાંબો સમય કામ કરતા આરોપીઓ તેઓને વધુ પૈસા કમાવાની લાલચ લાગતા કંપનીના જ માલ સામાનની ચોરી કરવાનું નેટવર્ક શરૂ કર્યું હતું. જોકે આ નેટવર્કનો સુરત જિલ્લા એલસીબીએ પર્દાફાશ કર્યો છે. સુરત જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કડોદરા કામરેજ રોડ ઉપર આવેલ ઉભેંળ ગામની સીમમાંથી ચાર જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ચારેય શખ્સો પૈકી સુરત પાંડેસરાનો કામિલ રઝા અન્સારી નામનો ઈસમ પોતાના સાગરીતો સાથે સુરત જિલ્લા તેમજ દેશના વિવિધ રાજ્યોમાં મોબાઇલ ટાવર ઉપરથી કિમતી પાર્ટ્સની ચોરી કરાવતો હતો. દિલ્હી ખાતે સપ્લાય કરતો હોવાનું વિગત સામે આવી હતી.
સાગરીતો પાસે કરાવતો ચોરી
સુરત ગ્રામ્ય પોલીસે ચારેયની ધરપકડ બાદ કડકાઇથી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં બહાર આવેલી વિગતોમા આ ચારેય કોઈ નાના મોટા ચોરો નહીં. પરંતુ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોર ટોળકી પૈકીનો મુખ્ય સૂત્રધાર કે જે કામિલ રજા અન્સારી છે. જે સુરત શહેરના પાંડેસરા હાઉસિંગમાં રહે છે. પોતે મોબાઈલ ટાવર કંપની માંજ ફિલ્ડ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. ટાવરમાં મહત્વના ગણાતા એસ એફ પી કાર્ડ અને એના દ્વારા જ કનેક્ટિવિટીને વિદેશથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આવા કિંમતી પાર્ટ્સની કામિલ રજા અન્સારી જાણકાર હોય પોતાના સાગરીતો સાથે ચોરી કરાવી હતી.
યુપીઆઈથી પેમેન્ટ
કરોડોનો માલ સામાન ચોરી કરીને કામિલ અન્સારી જે દિલ્હીમાં રહેતો અર્જુનપાલસિંગ જે વોન્ટેડ છે. તેને કુરિયર મારફત આ તમામ સામાન મોકલી આપતો હતો. અર્જુનપાલસિંગ ચોરી કરેલ એસએફપી કાર્ડ નક્કી કરેલા પૈસા યુ પી આઈ મધ્યમથી કામિલ રજા અન્સારીને મોકલી આપતો હતો.
7 રાજ્યોમાં કરી હતી ચોરી
આ ચોર ટોળકીએ રાજ્યના સુરત ગ્રામ્યના કડોદરા, માંડવી તેમજ વડોદરામાં વાઘોડિયા, મુન્દ્રા, મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ મળીને અલગ અલગ સાતથી વધુ રાજ્યોમાં 50થી વધુ ચોરીને અંજામ આપી ચૂક્યા છે. હાલ સુરત ગ્રામ્ય પોલીસે આ ચારેય પાસેથી લાખોના ગણાતા 60થી વધુ નંગ એસએમપી કાર્ડ મોબાઈલ તેમજ રોકડ મત્તા મળી 1. 41 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.








