મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / યુનિવર્સિટી વિસ્તારમાં નેપાળી દંપત્તિનું રહસ્યમય રીતે મોત, CCTVમાં નગ્ન ફરતો દેખાયો પતિ

અમદાવાદ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં નેપાળી દંપત્તિનું રહસ્યમય રીતે મોત થયું છે. આ ઘટનામાં ચોંકાવનારી વા

અમદાવાદ / યુનિવર્સિટી વિસ્તારમાં નેપાળી દંપત્તિનું રહસ્યમય રીતે મોત, CCTVમાં નગ્ન ફરતો દેખાયો પતિ

અમદાવાદ શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં નેપાળી દંપત્તિનું રહસ્યમય રીતે મોત થયું છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે મોતની આગલી રાતે પતિ નગ્ન અવસ્થામાં ફરતો દેખાયો હતો. 

યુનિવર્સિટી વિસ્તારમાં ઈશ્વર ભુવન નજીક આવેલ અનુશ્રી ફલેટમાં નેપાળી દંપત્તિ ગણેશ બહાદુર બસનેત અને તેના પત્ની સુમીબેન સિક્યુરિટી અને ઘરકામ કરીને રહેતા હતા. બંનેના એક સાથે મોત થતા નેપાળી પરિજનો તેમજ ફ્લેટના રહીશો ભેગા થઈ ગયા હતા. 

ગણેશ બહાદુરનો મૃતદેહ એપાર્ટમેન્ટના બહારના ભાગમાંથી મળી આવ્યો હતો અને પત્ની સુમીબેનનો મૃતદેહ પાર્કિંગ એરિયામાં આવેલી તેની રૂમ પાસેથી મળ્યો હતો.

સવારના સમયે કોઈ રાહદારીએ રસ્તા પર ગણેશ બહાદુરનો મૃતદેહ જોતા 108 અને પોલીસને જાણ કરી હતી. જે બાદ તપાસ કરતા પત્નીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ અનુશ્રી એપાર્ટમેન્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ નેપાળી  દંપત્તિ ચારથી પાંચ મહિનાથી અનુશ્રી એપાર્ટમેન્ટમાં રહી સિક્યુરિટી અને ઘરકામ કરતું હતું. ગઇકાલે બંને બહાર ગયા બાદ રાતના સમયે ઘરે આવ્યા હતા ત્યારથી તેમનું વર્તન અજુગતું લાગતું હતું. આ ઉપરાંત રાતના સમયે ગણેશ બહાદુર નગ્ન હાલતમાં ફરતો હોવાનું પણ CCTVમાં સામે આવ્યું હતું.

હાલ પોલીસે બંનેના મૃતદેહ પીએમ માટે મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટમાં બંનેના મોતનું કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે બંન્નેના મોત કઈ રીતે થાય છે. ગણેશ બહાદુર શા માટે નગ્ન અવસ્થામાં ફરતો હતો? રાતના સમયે નશો કરેલી હાલતમાં હતો કે કેમ? આ તમામ મુદ્દાઓ પર પોલીસ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો