સુરતમાં ડાઈંગ મિલની બેદરકારીએ લીધો યુવકનો ભોગ, સેન્ટર મશીનમાં ગળું આવી જતાં મોત
સુરતમાં મોટી સંખ્યામાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો ધમધમી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર અગાઉ જ

સુરતમાં મોટી સંખ્યામાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો ધમધમી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર અગાઉ જ મિલની બેદરકારીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું. જેથી મોટી સંખ્યામાં કામદારો વિરોધ કરવા માટે આવ્યા હતાં. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ બોલાવી લેવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટરની બેદરકારી
પાંડેસરા GIDCમાં ભોમિકા પ્રોસેસર્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની બેદરકારી સામે આવી હતી. પાંડેસરા GIDC પ્લોટ નંબર 397માં આવેલ ભોમિકા પ્રોસેસર્સમાં મિલમાં દુર્ઘટના સર્જાઈ હતી. મિલ માલિક અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે યુવકનું મોત નીપજ્યું હતું. સુત્રોએ કહ્યું કે, સેન્ટર મશીનમાં ચેનનું કવર ન હોવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું.
બે સંતાનોએ પિતા ગુમાવ્યા
મૃતક સતેન્દ્રા યાદવ નામનો યુવક સેન્ટર મશિનમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના પર કવર ન હોવાથી કામ કરતી વખતે સતેન્દ્રાનું ગળું આવી ગયું હતું. સતેન્દ્રા યાદવની ઉંમર 40 થી 45ના આશરે હોવાનું કહેવાય છે. તેને બે સંતાનોમાં એક છોકરો અને છોકરીછે. તે પાંડેસરા ભગવતી નગરનો રહેવાસી છે. ઘટના ની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સતેન્દ્રાના સાથી કર્મીઓએ ન્યાયની માગ સાથે વિરોધ કર્યો હતો.






