બનાસકાંઠા: શિહોરી સરકારી હોસ્પિટલની બેદરકારી, ઈજાગ્રસ્તને બહાર બાંકડા પર જ સુવાડી દીધો
રાજ્યના બનાસકાંઠાના સરકારી હોસ્પિટલના કર્મચારીઓની માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કાંકરેજના

રાજ્યના બનાસકાંઠાના સરકારી હોસ્પિટલના કર્મચારીઓની માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં આવેલા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે.
ઈજાગ્રસ્ત હાલતમાં પુરુષ દર્દીને હોસ્પિટલની બહાર બાંકડા ઉપર સુવડાવવામાં આવ્યો
એક ઈજાગ્રસ્ત હાલતમાં પુરુષ દર્દીને હોસ્પિટલની બહાર બાંકડા ઉપર સુવડાવવામાં આવ્યો હતો. બાંકડા પર સુવડાવીને મહિલાના હાથમાં ચાલુ બાટલો પકડાવી દેવાયો.
બાંકડા પર સુવડાવીને મહિલાના હાથમાં ચાલુ બાટલો પકડાવી દેવાયો
હોસ્પિટલની બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પ્રકારની ઘટના બાદ આરોગ્ય તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે






