VIDEO : અમદાવાદ સહિત સમગ્ર દેશમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ
મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે યોજાયેલી રિ-નીટ પરીક્ષા સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણમ

મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટે યોજાયેલી રિ-નીટ પરીક્ષા સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે. દેશભરમાંથી 21 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને પરીક્ષા આપી. વિદ્યાર્થીઓના અભિપ્રાય મુજબ આ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી કઠિન પેપર હતું. વિધાર્થીઓ પ્રમાણે બાયોલોજી સિવાય ફિઝિક્સ, કેમિસ્ટ્રી પ્રશ્નો વધુ મુશ્કેલ હતા. ઘણા વિદ્યાર્થીઓએ પેપરને લઈને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેટલાકે પેપર સરળ જણાવ્યું જ્યારે અનેકે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીને કારણે મુશ્કેલીનો અનુભવ કર્યો.




