VIDEO:અમદાવાદમાં RE-NEET માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અમદાવાદમાં RE-NEET પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા વ્યવસ્થાનું નિરીક

અમદાવાદમાં RE-NEET પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે DCP હર્ષદ પટેલ પોતે કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે NTA ની ગાઈડલાઈન મુજબ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ એજન્સીઓ ખડેપગે છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ સતત નજર રાખી રહી છે, જ્યારે સ્થાનિક પોલીસ સેન્ટરની બહાર તપાસમાં જોતરાઈ છે. અમદાવાદના 23 સેન્ટરો પર કંટ્રોલ રૂમથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં 6 DCP, 15 PI તેમજ 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.



