VIDEO:અમદાવાદમાં NEET પરીક્ષાની તૈયારી, પેપર સુરક્ષા માટે કડક વ્યવસ્થા
અમદાવાદમાં 21 જૂને યોજાનારી નીટ પરીક્ષાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયાર

અમદાવાદમાં 21 જૂને યોજાનારી નીટ પરીક્ષાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અગાઉ પેપર લીકના વિવાદોને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રશ્નપત્રની સુરક્ષા અને પરીક્ષાની પારદર્શિતા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર ડિસ્પેચિંગથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધીની સમગ્ર પ્રક્રિયા પર કડક નજર રાખવામાં આવશે તેમજ વધુ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે. પરીક્ષા આયોજન સાથે જોડાયેલા તમામ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી છે.




