મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાદર નદીના પાણી પોરબંદર શહેરમાં ફરી વળતા નેવીના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું

Porbandar News : પોરબંદર જિલ્લામાં ઘેડ પંથક અને બરડા પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. આ ઉપરાંત ભા

VIDEO :  ભાદર નદીના પાણી પોરબંદર શહેરમાં ફરી વળતા નેવીના જવાનોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું

Porbandar News : પોરબંદર જિલ્લામાં ઘેડ પંથક અને બરડા પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. આ ઉપરાંત ભાદર-2 ડેમમાં છોડાયેલું પાણી પોરબંદર શહેરમાં આવી જતા શહેરના નીચાણવાળા વિસ્તારો ઘાસ ગોડાઉન, કડિયા પ્લોટ, મિલપરા અને ખડપીઠ વિસ્તારથી લઈ કુંભારવાડા વિસ્તારની શેરીઓમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નેવી ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો