નવસારીમાં ગાંધી ફાટક પાસે ધડાકાભેર અકસ્માત, કાર-બાઈક અથડાતા યુવક 10 ફૂટ દૂર ફેંકાયો

અકસ્માતોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી શહેરમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવક 10 ફૂટ દૂર સુધી ફેંકાયો હતો. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પણ વાંચોઃ સુરતમાં દોઢ વર્ષથી રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો, ખોટા નામે બનાવેલા ઓળખકાર્ડ કરાયા કબ્જે
સિવિલ હોસ્પિટલ ખસેડાયો
અકસ્માત અંગેની જાણ થતાં આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ગંભીરતાને કારણે હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. તપાસ હાલ ચાલી રહી છે.
બેફામ રફતારથી અકસ્માત
આ ઘટના શહેરમાં બેફામ રફતારથી વાહન ચલાવવાના પરિણામનું એક ગંભીર ઉદાહરણ છે. જો કે, હજુ સુધી પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

