Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : VIDEO: Navsari: Police chase youths behind PCR, causing panic

VIDEO: નવસારીઃ પોલીસ પીસીઆર પાછળ કાર હંકારી યુવાનોની ફાંકાફોજદારી

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

નવસારી શહેરમાં ગત રાત્રે છાકટા બનેલા કેટલાક યુવાનો દ્વારા પોલીસ તંત્રની મજાક ઉડાવતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ યુવાનોએ રાત્રિના સમયે પોલીસ PCR વાનની પાછળ પોતાની કાર હંકારી હતી અને પોલીસ જાણે તેમને સુરક્ષા આપી રહી હોય તેવી મોટી મોટી વાતો કરી શેખી હાંકી હતી. કાયદાના સહેજ પણ ડર વગર કારમાં સવાર યુવાને ફંકી સ્ટાઇલમાં ડાયલોગબાજી કરતા કહ્યું કે, નવસારીમાં પોલીસ અમને એસ્કોર્ટ આપવા આવી છે. પોતાની છબી મોટી બતાવવાના ચક્કરમાં ભાન ભૂલેલા આ યુવાનોએ પોલીસની ગરિમા અને કામગીરીને હાસ્યાસ્પદ ગણાવી ખુલ્લેઆમ વીડિયો વાયરલ કર્યો છે, ત્યારે નવસારીના શહેરીજનો સોશિયલ મીડિયાના જોરે છકી ગયેલા આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાયદાનું ભાન કરાવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે.

App Store