VIDEO: નવસારીમાં મોડી રાત્રે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા કારનો કચ્ચરઘાણ
સોર્સ : gstv
નવસારીમાં શિરવઈ પાર્ટી પ્લોટ સામે એક તોતિંગ લીમડાનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. આ ઘટનામાં વૃક્ષ નીચે પાર્ક કરેલી એક કાર પર પડ્યું હતું, જેથી કારને ભારે નુકસાન થયું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વૃક્ષનું થડ અંદરથી સંપૂર્ણપણે કોહવાઈ ગયું હતું, જેને કારણે તે ધરાશાયી થયું છે. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ પણ નજીકના વિસ્તારમાં આવું જ એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

