Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : "I am a citizen, I can go anywhere": Video of MLA Anant Patel's wife

Navsari/ "હું નાગરિક છું, ગમે ત્યાં જઈ શકું": જમીન મુદ્દે MLA અનંત પટેલના પત્નીની બોલાચાલીનો Video વાયરલ, 5 સામે પોલીસ ફરિયાદ

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી: વાંસદા તાલુકાના સિંણધઈ ગામે પૈતૃક જમીનના વિવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના પત્ની અને ફરિયાદી મહિલા વચ્ચે થયેલી તીખી તકરારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે સાધના પટેલ નામની મહિલાએ ધારાસભ્યના પત્ની સહિત પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

App Store

શું છે સમગ્ર વિવાદ?

સિંણધઈ ગામની પૈતૃક જમીન મુદ્દે સાધના પટેલનો તેમના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય અનંત પટેલ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાધના પટેલનો આક્ષેપ છે કે, ધારાસભ્ય અનંત પટેલ અને હસમુખ પટેલે તેમની પૈતૃક જમીન પચાવી પાડી છે, જે અંગે હાલ કૃષિ પંચમાં કેસ પણ ચાલી રહ્યો છે.

ખેતરમાં જ થઈ આમને-સામને બોલાચાલી

ઘટનાની વિગત મુજબ, વિવાદિત જમીનમાં ખેતીકામ કરાવવા માટે ધારાસભ્યના પત્ની અંજલી પટેલ આવ્યા હતા. આ સમયે ફરિયાદી સાધના પટેલે ત્યાં પહોંચી વિરોધ કર્યો હતો  ફરિયાદી સાધના પટેલે કહ્યું હતું કે,  "અમારી જમીનમાં કેમ આવ્યા? કોર્ટ કેસ ચાલે છે તો પણ કેમ ઘૂસી આવ્યા?" ત્યારે જવાબમાં અંજલી પટેલ (ધારાસભ્યના પત્ની)એ જણાવ્યું હતું કે, "જમીન તમારી હોય તો કાગળો બતાવો, હું દેશની નાગરિક છું અને ગમે ત્યાં જઈ શકું છું."  આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો ત્યાં હાજર કોઈએ ઉતારી લેતા તે વાયરલ થયો છે.

મારવાનો પ્રયાસ અને પોલીસ ફરિયાદ

આ ઝઘડા દરમિયાન સાધના પટેલના પિતરાઈ અને અન્ય મહિલાઓ (કલ્પનાબેન, કિંજલબેન અને હેતલબેન) પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આક્ષેપ છે કે આ મહિલાઓએ સાધના પટેલ પર હુમલો કરી તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આખરે સાધના પટેલે વાંસદા પોલીસ મથકે પહોંચી ધારાસભ્યના પત્ની અંજલી પટેલ સહિત કુલ 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ધારાસભ્યની છબી સામે સવાલો

પોતાને આદિવાસીઓના મસીહા ગણાવતા ધારાસભ્ય અનંત પટેલના પરિવારનું નામ જમીન પચાવી પાડવાના આક્ષેપોમાં ઉછળતા વાંસદા પંથકમાં અનેક ચર્ચાઓ જાગી છે. કૃષિ પંચમાં કેસ હોવા છતાં જમીન પર કબજો રાખવાના આક્ષેપોએ ધારાસભ્યની મુશ્કેલી વધારી શકે છે.

ટોપિક્સ:navsarianant patel mlavansda