VIDEO: Navsariમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, જનજીવન થયું અસ્તવ્યસ્ત
નવસારી શહેરમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદની શરૂઆત થતાં સમગ્ર શહેરમાં પાણીપાણીની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના તમામ વિસ્તારોમાં સતત વરસાદ સાથે ભારે પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત થયું છે. વિશેષ કરીને જયશંકર પાર્ટી પ્લોટથી ધર્મીન નગર તરફ જતાં માર્ગ પર ભારે પ્રમાણમાં પાણી ભરાતા વાહનચાલકોને અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક પણ ધીમી ગતિએ ચાલતો જોવા મળ્યો.મહાનગરપાલિકા દ્વારા હાલ તાત્કાલિક નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ તંત્રની ટીમો સ્થળ પર હાજર રહી રહેવાસીઓ અને વાહનચાલકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહી છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદી આંકડા
નવસારી 2 ઇંચ
જલાલપોર 0.94 ઇંચ
ગણદેવી 1.71 ઇંચ
ચીખલી 0.73 ઇંચ
વાંસદા 2.98 ઇંચ
ખેરગામ 1.18 ઇંચ
નવસારી જિલ્લામાં આવેલી નદીઓની સપાટી
પૂર્ણા નદી 14 ફૂટ ભયજનક 23 ફૂટ
અંબિકા નદી 17.54 ફૂટ ભયજનક 28 ફૂટ
કાવેરી નદી 10 ફૂટ ભયજનક 19 ફૂટ
નવસારી જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ
જૂન ડેમ 167.60 ઓવર ફલૉ થઈ રહ્યો છે
કેલીયા ડેમ 113. 50 ઓવર ફ્લો થઈ રહ્યો છે

