મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં આભ ફાટ્યું: ચીખલીમાં આઠ અને ગણદેવીમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવ

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ચીખલી, ગણદેવી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. ચીખલીમાં 8 ઈંચ, ગણદેવીમાં 5 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ, વાંસદામાં પોણા 3 ઈંચ, નવસારી શહેરમાં 1 ઈંચ અને જલાલપોરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ દેવસર વિસ્તારના વેંકતેશ્વર નગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  

આ સમાચાર શેર કરો