VIDEO: નવસારીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ: ગણદેવી અને બીલીમોરા પાણી-પાણી
નવસારી શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તા

નવસારી શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. ગણદેવી તાલુકામાં સરેરાશ બે ઈંચ વરસાદ નોંધાતા અનેક ગામો અને બીલીમોરા શહેરમાં મેઘમહેર જોવા મળી છે. બીલીમોરાના સોમનાથ સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની ફરજ પડી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.




