VIDEO: નવસારીમાં ભ્રષ્ટાચારનો ભુવો: નવો બનેલો રસ્તો 10 ફૂટ બેસી ગયો
નવસારી મહાનગરપાલિકાના મિથિલા નગરી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. GUDC હેઠળ તાજેતરમ

નવસારી મહાનગરપાલિકાના મિથિલા નગરી વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. GUDC હેઠળ તાજેતરમાં જ કરાયેલા ડ્રેનેજના કામની હલકી ગુણવત્તાને કારણે, ચોમાસાની શરૂઆતના સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગ પર અંદાજે 8થી 10 ફૂટ ઊંડો મોટો ભુવો પડી ગયો છે.ભારે રહેણાંક ધરાવતા આ વિસ્તારના મુખ્ય રસ્તા પર જ મોટો ખાડો પડતાં હવે વાહનચાલકો માટે અકસ્માતનો ખતરો ખૂબ વધી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવા અને હલકું કામ કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




