VIDEO: કડીમાં કરણનગર રોડ પર ઉમાશિખર-1માં ખેલૈયાઓએ વેશભૂષા ધારણ કરી ગરબે ઘૂમ્યા
VIDEO: કડી શહેર પાસે આવેલા કરણનગર રોડ પર ઉમાશિખર-1માં આજે છઠ્ઠા નોરતે ખેલૈયાઓ સુંદર વેશભૂષા ધારણ કરીને ગરબે ઘુમ્યા
VIDEO: કડી શહેર પાસે આવેલા કરણનગર રોડ પર ઉમાશિખર-1માં આજે છઠ્ઠા નોરતે ખેલૈયાઓ સુંદર વેશભૂષા ધારણ કરીને ગરબે ઘુમ્યા હતા. વેશભૂષા ધારણ કરેલા ખેલૈયાઓને લીધે ગરબાની રોનકમાં વધારો થયો હતો. એક-એકથી ચઢીયાતા ખેલૈયાઓના વેષને લોકો એકીટસે જોઈ રહ્યાં હતા. આ વેશભૂષામાં માજીની સાથે કાકા તો આદિવાસીનો વેષ પણ એક ખેલૈયાએ ધારણ કર્યો હતો. તો વળી એક ખેલૈયો તો વાંદરાનો પણ વેષ ધારણ કર્યો હતો. ગરબા જોવા આવનારને ખેલૈયાઓના અવનવા વેષભૂષા જોવા ખૂબ મજા પડી હતી.




