મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024: પાવલી લઈને હું તો.. બીજા નોરતે સુરતી ખેલૈયાઓ બન્યા ઘેલા, જુઓ તસવીરો

સુરતમાં બીજા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં હતાં. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટીં

Navratri 2024: પાવલી લઈને હું તો.. બીજા નોરતે સુરતી ખેલૈયાઓ બન્યા ઘેલા, જુઓ તસવીરો

સુરતમાં બીજા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં હતાં. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટીંગ ડેકોરેશન, ફલડ લાઇટ, ઇલેકટ્રીક સિરીંજોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. ખેલૈયાઓ ગુજરાતી ગરબાના સુરમાં તલ્લીન કરી દીધા છે. ‘‘પાવલી લઇને હું તો પાવાગઢ ગઇતી પાવાગઢ વાળી મને દર્શન દે, નહિ તો મારી પાવલી પાછી દે’’,  ‘‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા..’’. ‘‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે.... ’’ ‘‘હું તો ગઇતી મેળે’’, ‘‘ઇંધણા વીણવા ગઇ‘તી મોરી સૈયર’’, ‘‘અમો કાકા બાપાના પોરીયા ટીમલીમાં રમીયે’’, જેવા સોંગ પર રાસ-ગરબાની રસલ્હાણ જામી છે. ડીજે અને ઢોલના તાલે યુવક-યુવતિઓ, ખૈલૈયાઓ  ગરબે ધુમવામા લયલીન બન્યા છે.

આ સમાચાર શેર કરો