સુરતના વરાછામાં 25 ફૂટ લંબાઈ અને 18 ફૂટ ઊંચા રથમાં બિરાજી નગરજનોને દર્શન આપશે નાથ
અષાઢી બીજના દિવસે સુરતમાં અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્ય

અષાઢી બીજના દિવસે સુરતમાં અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં નીકળતી સૌથી મોટી બીજી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભવ્ય રથયાત્રામાં દેશની સાથે વિદેશથી પણ ભાવિકો ભાગ લેવાના છે. આ રથયાત્રા બપોરે બે વાગ્યે મિનીબજારથી પ્રારંભ થઈ કાપોદ્રા, વી.આઈ. પી.સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સવજી કોરાટ બ્રિજ, થઈ અને જકાતનાકા પ્રાણી સંગ્રહાલયે વિરામ થશે.
29 ફૂટનો રથ રહેશે
આજ દિન સુધી સમગ્ર વિશ્વના તમામ દેશોમાં આ રથયાત્રા નું આયોજન ઈસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યું છે. આ રથયાત્રામા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા મહારાણી અને બલશમજીના દર્શનનો લાભ સમગ્ર વિશ્વના લોકો મેળવી રહ્યા છે. આ રથયાત્રામાં રથની લંબાઈ 25ફૂટ, પહોળાઈ 15ફૂટ, નઇચ, ઊંચાઈ(ડાઉન) 18ફૂટ. 10ફૂટ રથ ખુલશે, 1ફૂટ ઘૂમટ રહેશે. જેથી કુલ 29ફૂટ રથ રહેશે.
25 હજાર લોકોને ભોજન પ્રસાદ અપાશે
આ રથયાત્રા બાદ બધા માટે પ્રસાદ વ્યવસ્થા છે. આ રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ,ભજન મંડળીઓ પ્રસાદી, અને સાધુ સેતો આકર્ષણનું કેન્દ્ર છે. આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો હાજર રહેશે. રથયાત્રા દરમિયાન 4 ટન ગુંદી, 1 ટન ચાલુ રથયાત્રાએ ચણા-મગ 1000 લીટર ખીર, 25 ટન ખીચડી, 2.5 ટન ઢોકળા, ૩ ટન ફૂટ, પાણીની વ્યવસ્થા પણ રાખેલ છે. ભારતીય સનાતન સંસ્કૃતિઓને દર્શાવતી વિવિધ ઝાંખીઓના દર્શન પણ થશે. રથયાત્રાના વિરામ સમયે 25000 માણસોનો ભોજન પ્રસાદ પણ છે.








