VIDEO : નાસીરનગર વિવાદ: મીડિયાના સવાલો સામે રાજન પટેલ મૌન, તપાસ પર વધ્યો સસ્પેન્સ
સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું છે,

સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ માત્ર તપાસનું નાટક કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ડિમોલિશનના આટલા ગંભીર મુદ્દે તપાસ સમિતિ તો બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર તપાસ થઈ નથી. આ દરમિયાન સુરત મહાનગરપાલિકા ની કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જ્યારે મીડિયાકર્મીઓએ ચેરમેનને આ મામલે આકરા સવાલો પૂછ્યા, ત્યારે તેઓ જવાબો આપવાનું ટાળીને ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી ઊભા થઈને ભાગી છૂટ્યા હતા અને કચેરી બહાર ઊભેલી પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા. જોકે, તેમણે જતા-જતા એટલું જરૂર જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને આગામી ત્રણ દિવસમાં SMC કમિશનર આ અંગે પત્રકાર પરિષદ કરીને વિગતો જાહેર કરશે.




