Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Narmada news: 'No-repeat' theory continues in BJP, many veterans' cards cut

Narmada news: ભાજપમાં 'નો-રિપીટ' થીયરી યથાવત, અનેક દિગ્ગજોના પત્તા કપાયા

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Narmada news: ભાજપમાં 'નો-રિપીટ' થીયરી યથાવત, અનેક દિગ્ગજોના પત્તા કપાયા
સોર્સ : GSTV

 નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પક્ષે શિસ્ત અને નવા લોહીને પ્રાધાન્ય આપતા અનેક પૂર્વ હોદ્દેદારો અને દિગ્ગજોની ટિકિટ કાપીને ચોંકાવી દીધા છે.

App Store

પંચાયત બેઠકોની સ્થિતિ

ભાજપે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 21 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે 1 બેઠક હજુ બાકી રાખવામાં આવી છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 102 બેઠકોમાંથી 101 બેઠકો ના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

દિગ્ગજોની ટિકિટ કપાઈ, નવા ચહેરાઓને સ્થાન

ભાજપે આ વખતે '3 ટર્મથી વધુ ચૂંટણી લડનાર' ઉમેદવારોને ટિકિટ ન આપવાની કડક નીતિ અપનાવી છે, જેને કારણે અનેક મોટા માથાઓ ઘરભેગા થયા છે.  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મનજી વસાવા અને પર્યુષા વસાવાની ટિકિટ કપાઈ છે. હાલના પ્રમુખ ભીમસિંગ તડવીને પણ આ વખતે તક આપવામાં આવી નથી. પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાળા અને પૂર્વ ઉપપ્રમુખ કિરણ વસાવાનું નામ પણ યાદીમાંથી ગાયબ છે.

કોને મળી તક?

રસ્મિતા વસાવા (આમલેથા બેઠક): તત્કાલીન આરોગ્ય સમિતિના ચેરમેન રસ્મિતા વસાવા પર પક્ષે ફરી વિશ્વાસ મૂક્યો છે અને તેમને આમલેથા બેઠક પરથી રિપીટ કર્યા છે.

પદમબાબુ તડવી (ખડગદા બેઠક): પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવીના પિતરાઈ ભાઈ પદમબાબુ તડવીને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે.

કેવડિયા બેઠક: કેવડિયા જિલ્લા પંચાયતના હાલના સભ્ય દિનેશ તડવીના પત્નીને પક્ષે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

રાજપીપલા નગરપાલિકામાં પેચ ફસાયો

જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી જાહેર થઈ ગઈ હોવા છતાં, રાજપીપલા નગરપાલિકાની 28 બેઠકો માટે હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. આંતરિક ગૂંચવણોને કારણે નગરપાલિકાના ઉમેદવારોની યાદી હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 2 - image

 

 

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 3 - image

 

 

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 4 - image

 

 

 

 

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 6 - image

 

 

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 7 - image

 

 

સ્થાનિક એકમની ચૂંટણી : નર્મદા ભાજપમાં 'નો-રિપીટ' થીયરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા 8 - image

 

 

 

ટોપિક્સ:gstv newsgujarat statenamada