VIDEO : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી
સોર્સ : Gstv
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, NCC કેડેટ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સામૂહિક યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને તંદુરસ્ત વૃદ્ધાવસ્થાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

