મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોઈચાની નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબ્યા, એક યુવાનનો આબાદ બચાવ

સુરતમાં વસવાટ કરતા 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા

પોઈચાની નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબ્યા, એક યુવાનનો  આબાદ બચાવ

સુરતમાં વસવાટ કરતા 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ન્હાવા પડ્યા હતા. અચાનક  પાણીનું વહેણ  વધતા તમામ આઠેય લોકો ડૂબ્યા હતી. એક યુવકનો સ્થાનીકોએ બચાવી લીધો હતો. તો બીજી તરફ સાતની શોધખોળ ચાલુ છે. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ ફરવા પહોંચ્યા હતા. બચાવ બચાવની બૂમો ઉઠતા  સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યા હતા.

આ 7 લોકો નર્મદા નદીમાં ડૂબ્યાં

ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા- 45 વર્ષ
આરનવ ભરતભાઈ બલદાણિયા -12 વર્ષ
મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા -15 વર્ષ
વ્રજભાઈ હિંતમભાઈ બલદાણિયા -11 વર્ષ
આર્યન રાજુભાઈ ઝીંઝાળા -7 વર્ષ
ભાર્ગવ અશોકભાઈ હડિયા -15 વર્ષ
ભાવેશ વલ્લભભાઈ હડિયા -15 વર્ષ

બચાવ બચાવની બૂમો ઉઠતા  સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યા

નદીમાં તણાયેલા આઠ લોકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અચાનક પાણીમાં ડૂબવા લાગતા તેમણે બૂમા-બૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર પોલીસ તંત્ર અને ફાયરના જવાનો પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો