મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલ ઐય્યાશીનો અડ્ડો? દારૂની મહેફિલ માણનારા વિદ્યાર્થીને કરાયા સસ્પેન્ડ

નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ડી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દ

સુરતની નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલ ઐય્યાશીનો અડ્ડો? દારૂની મહેફિલ માણનારા વિદ્યાર્થીને કરાયા સસ્પેન્ડ

નર્મદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ડી ફસ્ટની રાત્રીના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર, હોસ્ટેલ વોર્ડન અને સિકયુરીટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયો હતો. જયારે ત્રણેક વિદ્યાર્થીઓ ભાગી છૂટયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ વિદ્યાર્થીને હાલ સસ્પેન્ડ કરી દેવાયો છે.

આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટે સુરતમાં સરસ્વતીના ધામમાં છલકાયા જામ, યુનિવર્સિટીની હોસ્ટેલમાં રેડ પડતાં 3 ભાગ્યા એક પકડાયો

એક પછી એક વિવાદ

નર્મદ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટીવલ દરમ્યાન એક વિદ્યાર્થી કેમ્પસમાંથી દારૂની બોટલો કોથળામાં ભરીને લાવીને કુલપતિ સમક્ષ ઠાલવ્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યારે મંગળવારની રાત્રીના થર્ડી ફસ્ટની નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ વિવેકાનંદ બોયઝ હોસ્ટેલના રૂમ નં. ૧૪માં કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ જમાવી છે. આ ફરિયાદ રજિસ્ટ્રાર આર.સી ગઢવીને મળતા તુરંત જ હોસ્ટેલ વોર્ડન ભરત ઠાકોર અને સિકયુરીટી ઓફિસર મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમ નં.૧૪માં પહોંચ્યા હતા.

એક વિદ્યાર્થી પહેલા માળેથી કુદી ગયો

હોસ્ટેલના વોર્ડન ડૉ. ભરત ઠાકરે ફરિયાદમાં લખાવ્યું કે, માહિતી મળી, ત્યારે સિક્યુરિટી ગાર્ડ મેહુલ મોદી સાથે હોસ્ટેલના રૂમમાં ગયા હતા. તે વખતે ચાર વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છુટવામાં સફળ રહ્યા, જેમાંથી મનોજ તિવારી અને અન્ય બે વિદ્યાર્થીઓ ભાગી છુટ્યા, જ્યારે અભિજીત ઝડપાઈ ગયો હતો.હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કૂદનાર વિદ્યાર્થી સસ્પેન્ડ છે. હાલ આ ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

આ 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ

મનોજ તિવારી, ડિપાર્ટમેન્ટ ઓફ લો
નીરજ રાઠી, ડિપાર્ટમેન્ટ ઓફ જેમએસી
અભિન્ન કોમદ, ડિપાર્ટમેન્ટ ઓફ એમએસસી ફિઝિક્સ
ઇન્દ્રજિત (ડિપાર્ટમેન્ટ હજી સ્પષ્ટ નથી)

આ સમાચાર શેર કરો