સુરતમાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતો નશીલા પદાર્થનો ધંધો, NEETની તૈયારી કરતો યુવક 5 કિલો અફીણ સાથે ઝડપાયો
સુરત ટેકસટાઈલ અને હીરા ઉદ્યોગ તરીકે ઓળખાય છે. ત્યારે કડોદરા વિસ્તારમાં આવેલા ન

સુરત ટેકસટાઈલ અને હીરા ઉદ્યોગ તરીકે ઓળખાય છે. ત્યારે કડોદરા વિસ્તારમાં આવેલા નવા હળપતિ વાસમાં સુરત ગ્રામ્ય એસ ઓ જી રેડ કરી હતી. જ્યાં પિન્ટુ કેસરિમલ લુહાર નામના ઈસમ પાસે થી 5 કિલો માદક પદાર્થ એવો અફીણના રસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 5 કિલો અફીણ તેમજ અન્ય સામાન મળી 26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ પિન્ટુ લુહારની પણ અટકાયત કરાઈ હતી.
આવાસ રાખ્યુ હતુ ભાડે
લાખોની માત્રામાં મળી આવેલ અફીણના જથ્થા અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. મહત્વની બાબત એ છે કે, સરકાર દ્વારા ફાળવવામાં આવેલા હળપતિ આવાસ ભાડે રાખ્યું હતું. કરિયાણાની દુકાનની આડમાં અફીણ વેચી રહ્યો હતો. તેમજ અફીણનો વેપાર કરનાર યુવક પિન્ટુ શિક્ષિત હોય તેમ મેડિકલમાં પ્રવેશ માટે નિટની તૈયારી રહ્યો હોવાની વિગત સામે આવી હતી. જે આવાસ ભાડે રાખ્યું એ લાભાર્થી સામે પણ કાર્યવાહી જરૂરી થઈ પડે છે.
પોલીસ કામગીરીની પોલ ખુલી
અફીણનો જથ્થો પલસાણાના વરેલી ગામે સાંઈ દર્શન સોસાયટીમાં રહેતો બુધારામ દેવરામજી બિશ્નોઈએ પિન્ટુ લુહારને આપ્યો હતો. જેથી પોલીસે બુધારામ બિશનોઈને વોન્ટેડ જાહેર કર્યો છે. એસઓજીની કાર્યવાહી દરમિયાન સ્થાનિક કડોદરા પોલીસની પણ કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ગત દિવસોમાં પણ પલસાણાના સોયાણી ગામેથી કરોડોનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું. છતાં પણ સ્થાનિક વિસ્તારમાં ડ્રગ્સનું દુષણ ડામવામાં પલસાણા તેમજ કડોદરા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે.








