નારાયણ સાંઈના કામચલાઉ 5 દિવસના જામીન મંજૂર, પોલીસ જાપ્તા સાથે લાજપોરથી જોધપુર જઈ શકશે
બળાત્કારી આસારામના પુત્ર નારાયણ સાંઈની 5 દિવસની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. 5 દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર કો

બળાત્કારી આસારામના પુત્ર નારાયણ સાંઈની 5 દિવસની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. 5 દિવસની કામચલાઉ જામીન અરજી મંજૂર કોર્ટ દ્રારા મંજૂર કરવામાં આવી છે. નારાયણ સાંઈ લાજપોરથી જોધપુર જઈ શકશે. પરંતુ 5 દિવસમાં જોધપૂરથી લાજપોર આવવુ પડશે. તેમજ પોલીસના જાપ્તા સાથે જ જોધપુર જવાની મંજૂરી આપવામાં આવી છે. અને તમામ ખર્ચ નારાયણ સાંઈએ ભોગવવાનો રહેશે.
જણાવી દઈએ કે, આસારામ યૌન શોષણના આરોપમાં જોધપુર જેલમાં બંધ છે. તેનો પુત્ર નારાયણ સાંઈ પણ બળાત્કારના આરોપમાં સુરતની લાજપોર જેલમાં બંધ છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. જેને પગલે બળાત્કારના કેસમાં કોર્ટે નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો હતો.






