છોટાઉદેપુર નગરપાલિકાના 7 વોર્ડ માટે ભાજપે યાદી કરી જાહેર, 28ની જગ્યાએ 20 ઉમેદવારના નામ બહાર પાડ્યા
છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોની જગ્યાએ ભાજપે 20 જ ઉમેદવારની યાદી જાહેર કરી છે. વોર્ડ નંબર 1 અ

છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 ઉમેદવારોની જગ્યાએ ભાજપે 20 જ ઉમેદવારની યાદી જાહેર કરી છે. વોર્ડ નંબર 1 અને 5માં ઉમેદવાર જ ના મળ્યા જયારે અપક્ષ ઉમેદવારો સાથે પાછળના દરવાજે ગઠબંધનનો રસ્તો અપનાવશે. ભાજપને બે વોર્ડમાં ઉમેદવાર ન મળતા કોંગ્રેસ અને બહુજન સમાજ વાદી પાર્ટી ગેલમાં આવી ગઈ છે. છોટાઉદેપુર નગર પાલિકામાં વર્ષોથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં CCI દ્વારા કપાસની ખરીદી રહેશે બંધ, જીનમાં માલનો ભરાવો વધતા નિર્ણય
લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી
છોટાઉદેપુર નગર પાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકોનું બોર્ડ છે. જયારે ભાજપ દ્વારા ફક્ત 5 વોર્ડમાં જ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વોર્ડ નંબર 1 અને 5માં એક પણ ઉમેદવાર મુક્યો નથી. તેની પાછળ ભાજપને આ બંન્ને વોર્ડમાં ઉમેદવાર મળ્યા નથી. જેમાં સ્થાનિક લોકોમાંથી મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર 1 અને 5માં લઘુમતી સમાજની વસ્તી છે. ભાજપ આ વોર્ડમાં લઘુમતીઓને ટિકિટ આપવામાં પાછીપાની કરી હતી. જયારે 20 ઉમેદવારની યાદીમાં ફક્ત એક જ લઘુમતી ઉમેદવારને ટિકિટ આપી છે. જયારે લઘુમતી સમાજની વસ્તી ધરાવતા બે વોર્ડમાં આઠ ઉમેદવારો જાહેર ન કરીને અપક્ષ ઉમેદવારો સાથે પાછળના દરવાજે ભાજપ ગઠબંધન કરશે.
ભાજપને ઉમેદવાર ન મળ્યાં
ભાજપને ઉમેદવારો ન મળતા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ વાદી પાર્ટી ગેલમાં આવી ગઈ છે. જયારે ભાજપ છોટાઉદેપુર નગરપાલિકામાં આજદિન સુધી બહુમતીથી બોર્ડ બનાવી શક્યું નથી. બહુજન સમાજવાદી પાર્ટી વર્ષોથી શાસનમાં રહ્યા છે. આ વખતે ભાજપના ત્રણેય ધારાસભ્યો અને સાંસદ ચૂંટાયેલા હોવાથી ભાજપ માટે નગર પાલિકાનો કબ્જો મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. હાલ તો ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાતા ભાજપના નગરપાલિકાના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા માટે તારીખ 1/2/2025 ના રોજ મુહૂર્ત હોવાથી ભાજપના મોવડીમંડળના નેતાઓ મેન્ડેડ સાથે ઉમેદવારો ફોર્મ ભરશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ 1/2/2025 હોવાથી ત્રણેય પાર્ટીઓ ફોર્મ ભરવા માટે એક સાથે ભેગા થશે. ભારે ઘસારો રહેવાની શક્યતાઓ રહેલી છે








